- સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું
છાંટવાનું.....
- સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...
- ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ
નકામી વેડફશો નહિ.....
- જો મહેનત કાર્ય પછી પણ
સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ.....
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......
- પવિત્ર વિચારનું સદા મનન
કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ....
- વિચાર અને માન્યતાઓથી
જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે...
- તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા
ફોફા મારશો નહિ....
- તમારી જાન જોખમ માં આવે
તો પણ બીજાની જાન ના લેતા....
- વિશ્વાસ અને પ્રાથના
આત્માના બે વિટામીન છે,
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ...
- સફળતા માટે આ ૩ સાથે રાખો
(1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ
- કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય
છે....
- ક્ષમા યશ છે...ક્ષમા ધર્મ
છે, ક્ષમા થી જ આ સંસારનું
અસ્તિત્વ છે....
- પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો....
- આશા અને
ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી...
- વધુ
પડતી અપેક્ષા ના રાખો, કેમ કે
એ વધુ દુઃખી કરે છે...
- ભૂલોથી
અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
- રૂપ કે
કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ
માણસ નું સાચું ગૌરવ છે...
- હળવાશ
થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય..
- પ્રેમ
માણસ ને કરમાવવા નથી દેતું, અને
નફરત માણસને ખીલવા નથી દેતી....
- મહાન
બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે....
- નસીબ
હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે...
- શિખામણ
માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે....
- અહંમ તો
બધાને હોય છે, પરંતુ
નમે એજ છે સબંધોનું સાચું મહત્વ...
- નિષ્ફળતા
મળે તો હિંમત રાખજો, સફળતા મળે
તો વિનમ્રતા રાખજો..
- વિચાર
કેટલો આવે એ મહત્વનું નથી, પણ
વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે...
- આ
દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા
કર્મ કરવા વાળા વધારે સુખી છે....
- વ્યક્તિમાં
સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.....
- અંધારું
જ જ્યાં આપણું હોય ત્યાં
પારકાનું અજવાળું કામ ના આવે....
- પ્રસિદ્ધિ
એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે...
- કહેતા
નહિ પ્રભુ ને, કે
સમસ્યા વિકટ છે.....
કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે...
- જીવનનો
અર્થ છે “સમય”
જેઓ જીવનથી પ્રેમ કરતા હોય, તેઓ આળસમાં સમય ન વિતાવે....
- જીવન
આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ
પહેલા તેની પુરેપુરી મજા માણી લો....
- જીંદગી
એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ
ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી...
- વાણીથી
માણસનું ચારિત્ર્ય, સંસ્કાર
અને ઘડતર જાણી શકાય છે....
- સૌદર્ય
નો આદર્શ સાદગી અને શાંતિ છે...
- સૌદર્ય
શોભે છે શીલથી, અને
ચારિત્ર્ય શોભે છે સંયમથી.....
- ક્યારેક
તમે બીજા માટે માંગીને જોવો, તમારે
ક્યારેય માંગવાનો વારો નહિ આવે...
- જો
રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...
- બીજા
સાથે એવી જ ઉદારતા રાખો, જેવી
ઈશ્વરે તમારી સાથે રાખી છે....
- ગૃહસ્થ
એક તપોવન છે, જેમાં સંયમ, સેવા
અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે....
- અનુભવ
જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા...
- કણ અને
ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે....
- પ્રમાણિકતા
અત્યંત કીમતી ભેટ છે, ચીલા
ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ....
- સફળતા
તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે....
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે....
- શેરડીમાં
જ્યાં ગાંઠ હોય છે, ત્યાં
રસ નથી હોતો...અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે.
- જ્યાં
સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી
જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે....
- કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય...
- બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો...કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી...પણ સ્વીકારી લેવાની હોય છે....
·
Comments
Post a Comment