Skip to main content

ગુજરાતી કહેવતો

  • દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.....


  • જળ, જમીન અને જોરુ એ ત્રણ કજીયાના છોરું.....


  • જમાઈ એટલે દશમો ગ્રહ...


  • ન આવડે ભીખ તો વૈદું સીખ....


  • વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે....


  • કળા અક્ષર કુહાડે મારવા...


  • બોલે તેના બોળ વેચાય....

  • બિલાડીના પેટમાં ખીર ના ટકે અને બૈરાંના પેટ માં વાત ના ટકે....


  • ઊંટ ના અઢાળે અંગ વાંકા જ હોય.....


  • કાજીની કુતરી મારી જાય ત્યારે આખું ગામ બેસવા આવે,
    પણ કાજી મારી જાય ત્યરે કાળો કાગળો ય ખરખરો કરવા ના આવે....


  • વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે.?


  • અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર....

  • ગાંડાના ગામ ના વસે..


  • અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે?


  • મોર ના ઈંડા ચીતરવા ન પડે....


  • આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવાય....


  • વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી....

  • કીડીને કણ ને હાથીને મણ....


  • બે બાજુ ઢોલકી વગાડવી...


  • આજ રોકડા, કાલ ઉધાર....


  • ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન....


  • ઝેરને પારખા ન હોય....

  • ઓડ ઉમરેઠના ઊંડા કુવા, દીકરી પરણાવે એના બાપા મુવા.....


  • ઉતાવળે આંબા ન પાકે...


  • ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે....


  • ઘરડી ઘોડી ને લાલ લગામ...


  • બકરું કાઢતા ઊંટ પેઠું....

  • અન્ન એવો ઓડકાર....


  • મોડી લાવવી પણ ઓડી લાવવી...


  • રાજા, વાજા અને વાંદરા ત્રણેય સરખાં....


  • જાણનારી માં જોર ન હોય તો સુયાણી શું કરે..?


  • ચમત્કાર વિના નમસ્કાર નહિ....

  • જેટલા મોં તેટલી વાતો.....


  • આગળ ઉલાળ નહિ ને પાચલ ધરાળ નહિ....


  • નાનો પણ રાઈનો દાણો..


  • બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો....


  • આપ ભલા તો જગ ભલા....

  • અધુરો ઘડો છલકાય ઘણો....


  • આપ સમાન બળ નહિ...


  • ખાલી ચણો વાગે ઘણો...


  • ઠોકર વાગે ત્યારે અક્કલ આવે.....


  • ઝાઝા હાથ રાળીયામણા

  •  જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી....


  • ધોબીનો કુતરો, ન ઘરનો ન ઘાટનો...


  • હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ....
    જો ગાવાનો નો ખપ હોય તો પાંચેય વસ્તુ મેલ....


  • દૂધનું દૂધ ને પાણી નું પાણી...


  • ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી....

  • છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય....


  • મારું, મારું આગવું......ને તારું મારું સહિયારું...


  • જંગ જીત્યો રે મારો કાણીયો....વહુ ચાલે તબ જાણીયો...


  • મિયાં ચોરે મુઠે ને અલ્લા ચોરે ઊંટે....


  • દીકરી ને ગાય, દોરે ત્યાં જાય....

  • ના મામા કરતા કાણો મામો સારો....


  • પહેલું સુખ તે જાતે નર્યા....


  • ગોળ વિનાનો કંસાર અને માં વિનાનો સંસાર....


  • વાવો તેવું લણો, કરો તેવું પામો..


  • જેની રૂપાળી વહુ તેના ભાઈબંધો બહુ...

  • લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય...


  • ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનું નહિ....


  • ભેંસના શીંગડા ભેસને ભારી....


  • હાથી જીવતો લાખનો ને મારે તો સવા લાખનો...


  • બે પાડા લડે ત્યારે ઝાડનો ખો નીકળે....

  • કાગના ડોળે રાહ જોવી...


  • એક કરતા બે ભલા...


  • પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ...


  • ધોળા દિવસે તારા દેખાવા....


  • વખાણેલી ખીચડી દાઢે વળગી..

  • ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે....


  •  જેના લગન હોય તેના જ ગીત ગવાય...


  • પાણી પહેલા પાળ બાંધવી...


  • ઊંઘ અને આહાર વધાર્યા વધે ને ઘટાડ્યાં ઘટે....


  • લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય..

  • શેર ના માથે સવા શેર....


  • સુખમાં સંભાળે સોની ને દુઃખમાં સાંભળે રામ...


  • સો સુનાર કી એક લોહાર કી...


  • રામ નામ જપના પરાયા માલ અપના....


  • સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો...

Comments

Popular posts from this blog

Gujarati Suvichar

સપના ભલે સુકા હોય , પાણી તો રોજ તાજું છાંટવાનું..... સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...

Gujarati Friendship Status

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે.... ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા, દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.....

Kiss Status

Kissing Is Like Drinking Salted Water, You Drink And Your Thirst Increases... If Only I Could Kiss And Tell You How Much I Love You, We Would Be Kissing For A Lifetime.....