- આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે....
- ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.....
- જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
- ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા....
- તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે....
- આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી.....
- જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે....
- એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ...
- દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..
- મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો,
પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે.....
- સાચો મિત્ર નો મતલબ..
જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે...ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ...
- જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે....
- મિત્રતા કાંચ જેવી હોય છે, એક વાર તૂટી જાય તો મુશ્કેલી થી જોડાય છે....
- મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી.....
- દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ,
દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય....
- રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,
પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે....
- નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર...
- બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો,
અને અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી....
- યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે...
તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં...
- લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો,
કદાચ એમને આ જમીન પર તારા જેવો માત્ર ની મળ્યો હોય....
- સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે,
દોસ્તી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે...
- ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,
મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે...
- આપનો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ની જેમ ખરા સમયે રણકીને આપણને ચેતવી દે......
- મિત્રો ને ક્યારેય દોલત ની નાઝારથી ના જોતા, કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે.....
- લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય......
- દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ, તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ,
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ....
- એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે....
- અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..
- સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી...
- દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે....
- જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે...
- પ્રેમ એટલે....જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે...
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી....
- એક સાચો મિત્ર, લાખો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે....
- ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.....
Comments
Post a Comment