- જીવનમાં લાખો દુઃખ પડે તો પણ મુખને હસવજો
કોઈ લાખો રૂપિયા ચરણે ધારે તો ઠોકર મારી ઠુંકરાવજો
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગી ભર નીભાવજો..
- પ્રેમ કરે તેને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ તો કહે છે પણ
કોણ છે એવું જે આ પાપ નથી કરતુ..
- દિલ ની દરેક વાત હોઠ પર લાવવી જરૂરી નથી હોતી,
કોઈક વાર કોઈની યાદ માં મૌન રહેવું એને પણ પ્રેમ કહેવાય છે...
- ખબર છે એ પાપ છે તો પણ એ પાપ હું વારંવાર કરું છુ,
તારી યાદો ને પ્રેમ હું વારંવાર કરું છુ...
- દિલની ચોપડીમાં ગુલાબ એનું હતું, રાતની ઉંગ માં સ્વપ્નું એનું હતું...
કેટલો પ્રેમ કરીશ જયારે મેં પૂછ્યું, તો મારી જાઈશ તારા બગર એ ઝુનુઝ એનું હતું...
- યાદ આવે તો યાદ કરી લેજો, કામ પડે ત્યારે સાદ કરી લેજો...
મને તો આદત પડી ગઈ છે તમને યાદ કરવાની, હેડકી આવે તો માફ કરી દેજો...
- તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર નથી, પણ મારું દિલ કહે છે...
મારા છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોઉં....
- આવો તો આજીવન સાથીદાર બનીને આવજો,
પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી.....
- એકાદ એવી સાંજ આવે......યાદ કરું ને તે તત્યાંજ આવે.....
- ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હું પરીઓ પર મરું છુ....
હું તો એક લાડકી, માસૂમી છોકરીને પ્રેમ કરું છુ.....
- પ્રેમ નો સબંધ વિસ્વાસ કરતા વધુ એકબીજાની સમજણ પર ટકેલો હોય છે....
- પ્રેમ માં સારા શબ્દો એજ છે, જે વણબોલાયેલા અને વણલખાયેલા હોય...
- શું એવું નથી થઇ શકતું?...હું પ્રેમ માંગું ને તું ગળે લગાવીને બોલે..."બીજું કઈ"...?
- એવું તો કઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વાર તારું નામ લખવું મને બહુ ગમે છે.....
- તારી આંખો બંધ કરીને જો શું દેખાય છે...?
અંધારું ને...?
બસ મારી જીંદગી પણ તારા વગર એવી જ છે......
- બસ તું હોય , એ થી વિશેષ જીંદગી શું હોય...?
- એમણે મને ગળે લગાડી ત્યારે બસ એક જ અહેસાસ થયો....
કે જાણે મારી દુનિયા એના શરીર માં સમેટાઈ ગઈ.....
- જીંદગી ની પરીક્ષા ના કોઈ ગુણ નથી હોતા....
કોઈ તમને દિલથી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઇ ગયા....
- નથી વખાણતો હું મારી પ્રેમિકા ને ક્યારેય, બસ બે શબ્દોમાં કરું એનું વર્ણન તો શાયર કહેવાયો....
- તારા ગાળો પર જયારે લહેરાતી લટ અડે છે, તારી કસમ તારો ત્યાં કુદરતી વટ પડે છે....
- એ દિવસ મારા માટે કંઇક ખાસ હોય છે, ફરાળ માં તારો પ્રેમ અને મારે ઉપવાસ હોય.....
- કાલે પણ તું જ હતી તો આજે પણ તું જ છે...
મારી લાગણી યુ જ હતી અને પ્રભુ પાસે મારી માંગણી પણ તું જ છે.....
- પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે...
કોઈ બીજાને પોતાના બનાવવા માટે....
- મહેલો ની જરૂર હોય છે, માત્ર રહેવા માટે....બાકી વસી જવા માટે
તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખૂણો જ કાફી હોય છે....
- આંખો થી કહેવું આસાન નથી, અને ચુપ રહેવું એ સમાધાન નથી...
કહી દો દિલ ખોલી ને હૃદય ની વાત, કેમ કે પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી....
- જીવન માં કાશ એવી એક રાત આવી જાય, સમય પણ અમને બંનેને સાથે જોઇને ત્યાં જ થોભી જાય....
હું ચુપ રહું, તું પણ ચુપ રહે, કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.....
- પ્રેમ એટલે :
તું તે નથી જે મારે જોઈએ છે...પણ....હું તે જરૂર બનીશ જે તારે જોઈએ છે....
- તારી એટલી નજીક આવવા માગું છુ કે...ખબર જ ના પડે કે તારો શ્વાસ કયો ને મારો કયો...
- પ્રેમ હંમેશાં સ્વભાવ ને અનુભવીને થાય છે, ચહેરો જોઇને તો ફક્ત પસંદગી થાય છે....
- હા, હું તો ગમે તેને સાંભળી લઉં છુ, પણ મને સાંભળી શકે એવી તું એક જ છે.....
- ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે, અને ક્યારેક હું કહી ના શકું તે તું સમજી જજે...
- અચાનક જ એણે મને પૂછી લીધું કે કેટલો પ્રેમ કરે છે...?
તો મેં પણ કહી દીધું કે પ્રેમ કરતા આવડે છે પણ માપતા નહિ......
- પ્રેમ ને ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે...?....એતો વ્હાલ બની બસ આંખમાં ઉભરાય છે....
- દરિયાને લાગે છે કે મારી પાસે પાણી આપર છે....પણ
એ ક્યાં જાણે છે કે આતો નદીઓએ આપેલો પ્રેમ ઉધાર છે....
- એક દિવસ માણસે ભગવાન ને પૂછ્યું કે મારો પ્રેમ અને તમારા પ્રેમ માં શું ફરક છે....?
ભગવાને કીધું.....પંખી હવામાં હોય એ મારો પ્રેમ છે...અને પાંજરામાં હોય એ તારો પ્રેમ છે...
- હૃદય ને ચોરી લેવું એ મારો નિયમ છે....જોઈએ હવે તારી "ણા" માં કેટલો દમ છે....
- વર્ષો થી આમ ગોળ ગોળ ભમું છુ....એકવાર કહી દે કે હું તને ગમું છુ....
Comments
Post a Comment